Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
17 Jun 19, 10:00 AM
સલાહકાર લેખઅપની ખેતી
ઔષધીય પાક અશ્વગંધાની ખેતી પધ્ધતિ (ભાગ-1)
અશ્વગંધાને તેના વિવિધ ઔષધીય ગુણધર્મોના કારણે એક અજાયબ છોડ(જડીબુટ્ટી) તરીકે પણ ઓળખવામાં આવે છે. તે શરીરમાં ચેતનાનો સંચાર કરે છે. અશ્વગંધાના પાન માંથી ઘોડાના પેસાબ જેવી ગંધ આવતી હોવાના કારણે તેને “અશ્વગંધા” કહેવામાં આવે છે. બહુવિધ દવાઓ બનાવવા માટે તેના બીજ, મૂળ અને પાંદડાઓનો ઉપયોગ કરવામાં આવે છે. અશ્વગંધામાંથી બનેલ દવાઓનો ઉપયોગ વૃદ્ધત્વમાં થતા રોગોની સારવારમાં થાય છે. અનેક શાખાઓ ધરાવતો આ નાનો છોડ(ઝાંખરું) સરેરાશ 30 સેમી થી 120 સેમી જેટલી ઊંચાઇ ઉપરાંત જાડાં સફેદ પડતાં બદામી રંગના મૂળ ધરાવે છે. તે લાલાશ પડતી કેસરી ફળ તેમજ લીલા રંગના ફૂલ ધરાવે છે. ભારતના ઘણા ક્ષેત્રોમાં તેની ખેતી કરવામાં આવે છે જેમ કે, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, અને મધ્યપ્રદેશ. જમીનની માંગ: રેતાળ ગોરાડુ જમીનમાં અથવા 7.5 થી 8.0 સુધીની ઉચિત નીતારણ ક્ષમતાવાળી હળવા લાલ રંગની જમીનમાં જો અશ્વગંધાની ખેતી કરવામાં આવે તો તે શ્રેષ્ઠ હોય છે. પાણીનો ભરાવો થાય તેવી અને ભેજવાળી જમીનમાં છોડનો વિકાસ થતો નથી. જમીન સારી નીતારણ ક્ષમતાવાળી હોવી જોઇએ. ઉચ્ચ નીતારણ ક્ષમતા ધરાવતી કાળી અથવા રેતાળ જમીન પણ ખેતી કરવા માટે યોગ્ય છે. જમીનની તૈયારી: અશ્વગંધા વાવવા માટે સમતલ અને સારી રીતે ખેડાણ કરેલી જમીન જરૂરી છે. સારી ખેડ કરવા માટે, ખેતરમાં 2-3 વખત હળ ચલાવવું અને વરસાદ આવે તે પહેલાં ખેતરમાં છાણીયું ખાતર આપ્યા બાદ ચાસ પાડવા. જમીનની તૈયારી એપ્રિલ-મે મહિનામાં કરવી જોઇએ.
વાવણીનો સમય: જૂન જુલાઈ મહિનામાં વાવેતર કરવું હિતાવહ છે. વાવણી અંતર: બે ચાસ વચ્ચે 20 થી 25 સેમીનું અંતર રાખવું અને બે છોડ વચ્ચે 10 સેમીનું અંતર રાખવું જોઇએ. બીજ ની ઊંડાઈ: સામાન્યરીતે બીજને જમીનમાં 1 થી 3 સેમીની ઊંડાઈએ વાવવાં જોઈએ. વાવણીની પદ્ધતિ: મુખ્યત્વે ખેતરમાં ફેરરોપણી દ્વારા વાવેતર કરવામાં આવે છે. બિયારણનો દર: ઉચ્ચ ઉપજ મેળવવા એકર દીઠ 4-5 કિ.ગ્રા. બિયારણનો ઉપયોગ કરવો. બીજની સારવાર: બીજને રોગ અને જીવાંતથી બચાવવા, બીજ રોપતાં પહેલા થાઈરમ અથવા એમ-45 (ઇન્ડોફીલ)@ 3 ગ્રામ/કિ.ગ્રા. વડે તેની સારવાર કરવી. સારવાર બાદ બીજ સૂકાઇ ગયા બાદ તેની વાવણી કરવી. સ્ત્રોત: અપની ખેતી જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
436
0