Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
18 Jan 18, 10:00 AM
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
તરબૂચ અને ટેટીની ખેતી
જમીન અને હવામાન: આ પાકને તમામ પ્રકારની જમીનમાં ઉગાડવામાં આવે છે. તરબૂચની ખેતી માટે રેતાળ, કાદવ, મધ્યમથી કાળી, સેન્દ્રીય જમીન યોગ્ય છે. 8 થી વધુની પી.એચ., ચુના વાળી, ખારા, ભેજવાળા જમીન ખેતી માટે યોગ્ય નથી કારણ કે કેલ્શિયમ સલ્ફેટ ક્લોરાઇડ, કાર્બોનેટ અને બાયકાર્બોનેટ જેવા દ્રાવ્ય ક્ષારોના ઊંચી ટકાવારીના પરિણામે ફળ પર ધાબા પડે છે. 5.5 થી 7.5 વચ્ચે પીએચ ધરાવતી જમીન, સારી નિતારશક્તિ વાળી જમીન ખેતી માટે યોગ્ય છે. આ પાક એસિડયુક્ત ભૂમિમાં પણ જીવી શકે છે. આ પાકને ગરમ અને શુષ્ક આબોહવા અને સારા સૂર્યપ્રકાશની જરૂર છે. 24 ડિગ્રીથી 27 ડિગ્રી સેલ્શિયસ વચ્ચેનું તાપમાનમાં વેલાના વૃદ્ધિ માટે ફાયદાકારક છે. જો તાપમાનમાં ફેરફાર થાય અને 18 ડિગ્રી સેલ્સિયસથી નીચે જાય અથવા 32 ડિગ્રી સેલ્સિયસ ઉપર વધે તો તે વેલા અને ફળ બેસવા પર પ્રતિકુળ અસર થાય છે. જો તાપમાન 21 ડીગ્રી સેલ્સિયસથી નીચું હોય તો બીજ અંકુરિત થશે નહીં. વિકાસના તબક્કા દરમિયાન, જો હવામાં ભેજ અને ધુમ્મસ હોય તો વેલા યોગ્ય રીતે વધતા નથી અને ફૂગજન્ય રોગોનો ઉપદ્રવ થાય છે. આજકાલ, ઉનાળો અને ચોમાસાના દિવસો સિવાય સમગ્ર વર્ષ દરમિયાન આ પાક ઉગાડવામાં આવે છે.
સુધારેલ જાત: તરબૂચ: સુગર બેબી, અર્કા મણિક, અશાહી યામાટો, મધુ, મિલન, અમૃત, સુપર ડ્રેગન, ઓગસ્ટા, સુગર કિંગ, બાદશાહ જેવી સુધરેલી જાત ઉપરાંત ખાનગી કંપનીઓમાંથી ઘણી જાતો પણ બજારમાં ઉપલબ્ધ છે. આ જાતોના અનુભવને ધ્યાનમાં રાખીને તેમને ખેતી માટે પસંદ કરવી જોઈએ. મહારાષ્ટ્રના ખેડૂતોમાં સિન્જેન્ટા કંપનીની 'સુગર ક્વીન' જાત અત્યંત લોકપ્રિય છે. ટેટી: પુસા શરબતી, અર્કા જીત, અર્કા રાજાહંસ, હરા મધુ, દુર્ગાપુર મધુ, પૂસા મધુરસ, પુસા અસબાતી, અર્કા રાજહંસ, અર્કા જૅસ્ટ, પંજાબ સુનહરી, પંજાબ હાઇબ્રિડ, લેનો સેફદ, અન્ના મલાઇ, હરીભરી વગેરે યુનિવર્સિટીઓ દ્વારા અને બોબી, એન.એસ. જેવી ખાનગી કંપનીઓ દ્વારા જાતોની ભલામણ કરવામાં આવે છે 910, દીપ્તી, સોના, કેશર વગેરેની પણ સારી ગુણવત્તા અને સારી ઉપજ હોય છે, ખેડૂતો દ્વારા તે ખેતી માટે પસંદ કરવામાં આવે છે. હાલમાં મહારાષ્ટ્રના ખેડૂતોમાં ‘નો યોર સીડ' કંપની દ્વારા 'કુંદન' જાત ખૂબ લોકપ્રિય છે. બિયારણ: ખેડૂતો સામાન્ય રીતે એકર દીઠ એક કિલો તરબૂચ બીજ વાપરે છે. સુધારેલી ટેટીના 300 થી 350 ગ્રામ બીજ / એકર પૂરતી છે. બીજી બાજુ જો સંકર જાત વપરાય તો એકર દીઠ 100-150 ગ્રામ બીજની જરૂર પડે છે. શિયાળાની ઋતુમાં અંકુરણ ઓછું થાય છે. વૃદ્ધિ ધીમી હોય છે. તે માટે જો 250 ગ્રામ બિયારણ 250 મીલી ગરમ પાણીમાં પલાળીને પછી સુકવી અને 3 ગ્રામ થાયરમ બીજ પર લગાડવામાં આવે, તો બીજ 2 થી 3 દિવસ પહેલા ઉગશે અને અંકુરણ સ્વસ્થ થશે. ત્યાં રોપાનું મૃત્યુ પણ નથી થતું. સામાન્ય રીતે બીજ 6 થી 8 દિવસ પછી અંકુરીત થાય છે. વાવેતર પહેલાં બીજ ઉપચાર જરૂરી છે. ખેતી: બજારની માંગને ધ્યાનમાં લેતા, આ પાકની ખેતી 15 મી ડિસેમ્બરથી 15 ફેબ્રુઆરીની વચ્ચે કરવી જોઇએ. એપ્રિલ-મેના ઉનાળાના મહિનામાં ફળો બજારમાં મોકલવા માટે તૈયાર થઈ જાય છે. તેઓ વધારે માંગ ધરાવે છે. તેથી વધુ બજાર કિંમત મેળવી શકાય છે. તેની ખેતી બે પદ્ધતિઓ દ્વારા કરવામાં આવે છે. પહેલી પદ્ધતિમાં રોપા બનાવીને અને બીજીમાં ગાદી ક્યારા ઉપર સીધું થાણીને કરવામાં આવે છે. થાણીને ખેતી કરવાની પદ્ધતિમાં અંકુરણ ઓછુ થાય છે. તેથી જ્યાં બિયારણ અંકુરિત નથી થતા ત્યાં બિયારણ ફરીથી થાણીને વાવવા. રોપોની વૃદ્ધિ જદા જુદા સમયે થાય છે, તેથી તે આગળના પાક વ્યવસ્થાપનમાં અવરોધો ઉભી કરે છે. તેથી મજૂરીનો ખર્ચ પણ વધે છે. ખેતીના આયોજન મુજબ, કોકો પીટ ટ્રેમાં રોપા તૈયાર કરો. રોપા 21 દિવસ માં તૈયાર થશે વાવણી પહેલા જમીન ઉભી અને આડી સારી રીતે ખેડાયેલી હોવી જોઈએ જમીનમાં 7 થી 8 ટન સારું છાણીયું ખાતર ઉમેરવું અથવા એકર દીઠ મરઘાં ખાતર આપો. ઊભા ક્યારા બનાવતી વખતે, એકર દીઠ 10 કિલો યુરિયા, 10 કિલો સુપર ફોસ્ફેટ, 10 કિલો પોટાશ તેમજ 200 કિલો લીમડાની કેક, 4 કિલો ઝીંક સલ્ફેટ, 4 કિલો મેગ્નેશિયમ સલ્ફેટ, 4 કિલોગ્રામ ફેરસ સલ્ફેટને વાવણી પહેલા મિશ્રિત કરવા જોઈએ. ખાતરનું મિશ્રણ તૈયાર થઈ ગયા પછી, ઊભા ક્યારા એકસરખા બનાવવા જોઈએ અને ટપક સિંચાઈના લેટરલ્સ મધ્યમાં સ્થાપિત કરવા જોઈએ અને ટપક સિંચાઈ દ્વારા પાણીની જરૂરિયાત પૂરી પાડવી અને પછી લેટરલ્સનું નિરીક્ષણ કરવું જોઈએ. તે પછી ગાદી ક્યારા પર 25 થી 30 માઇક્રોન જાડાઈના અને 4 ફૂટ પહોળાઈના મલ્ચીંગ કાગળ પાથરવા. ગાદી કયારાની દરેક બાજુ માટીની દીવાલો બનાવી જેથી મલ્ચીંગ કાગળ પવનથી ઉડી ન જાય. મલ્ચીંગ કાગળ પાથરતી વખતે કાળજી રાખવી કે તે ગાદી કયારાની સમાંતર અને ચુસ્ત રહે. જો કાગળ ઢીલો હશે તો પવન થી ફાટી જશે. આપણને દરેક એકરે 4 થી 5 કિગ્રા મલ્ચીંગ કાગળની જરૂર પધ્શે. વાવણીના એક દિવસ પહેલા લેટરલ્સ પર બંને બાજુએ 15 સેમી ના અંતરે કાણા પાડવા. એક હરોળમાં 2 કાણા વચ્ચે 2 ફૂટનું અંતર રાખવું. છિદ્રો કર્યા પછી, ટપક સિંચાઈ યંત્રના મદદથી ગાદી ક્યારાને પાણી આપવું. તે પછી છિદ્રોમાં રોપાઓ લગાડવા. જો આ પદ્ધતિ દ્વારા ખેતી કરવામાં આવે, તો એકર દીઠ લગભગ 6000 રોપાઓની ખેતી કરી શકાય છે. પોષણ વ્યવસ્થાપન જમીન પરીક્ષણના અહેવાલ પ્રમાણે જ રાસાયણિક ખાતરો, સુક્ષ્મ પોષક તત્વો પાકને આપવા જોઈએ. રાસાયણિક • ખેતી પછી 10-15 દિવસે : 19:19:19 - 2.5-3 ગ્રામ, સુક્ષ્મ પોષક તત્વો - 2.5-3 ગ્રામ પ્રતિ લીટર પાણીમાં • ઉપરના છંટકાવ પછી 30 દિવસે : 20% બોરોન - 1 ગ્રામ, સુક્ષ્મ પોષક તત્વો - 2.5-3 ગ્રામ પ્રતિ લીટર પાણીમાં • ફૂલ બેસવાના તબક્કે : 00:52:34 - 4-5 ગ્રામ, સુક્ષ્મ પોષક તત્વો ( grade no. 2) - 2.5-3 ગ્રામ પ્રતિ લીટર પાણીમાં • ફળ બેસવાના તબક્કે : 00:52:34 - 4-5 ગ્રામ, બોરોન - 1 ગ્રામ પ્રતિ લીટર પાણીમાં • ફળ વૃદ્ધિના તબક્કે : 13:00:45 - 4-5 ગ્રામ, કેલ્શિયમ નાઈટ્રેટ - 2-2.5 ગ્રામ પ્રતિ લીટર પાણીમાં ખાતરોને 20 કિગ્રા નાઇટ્રોજન, 12 કિગ્રા પોટાશ, 12 કિગ્રા ફોસ્ફરસ એકર દીઠ આપવું જોઈએ. 10 દિવસ પછી, પીસીબી, એઝોટોબેક્ટર, ટ્રાઇકોડર્મા દરેક એકરે 2 કિલો આપવું જોઈએ. શરૂઆતમાં, ખાતરોની માત્રા ઓછી હોવી જોઈએ. ખાતર આપતી વખતે છાણીયું ખાતર, ફોસ્ફરસ અને પોટાશની સંપૂર્ણ માત્રા અને નાઇટ્રોજનનો ત્રીજો ભાગની માત્રા ખેતી વખતે આપવામાં આવવી જોઈએ. ખેતી પછી એક અને બે મહિના બાકી રહેલ નાઇટ્રોજનને બે સમાન ભાગોમાં આપવું. દ્રાવ્ય ખાતરોની માત્રા ફૂલ બેસવાના તબક્કાથી લઇને ફળ બેસેવાના તબક્કા સુધીમાં ધીમે ધીમે વધારવી જોઈએ. ખાતર આપવાના એક કલાક પહેલાં ટપક સિંચાઈ યંત્ર ચાલુ કરવું. ભલામણ મુજબ ટપક સિંચાઈ મારફત દ્રાવ્ય ખાતર આપવું જોઇએ. પાણીનું વ્યવસ્થાપન આ પાક પાણી પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોય છે. આ પાકના પ્રારંભિક તબક્કામાં પાણીની જરૂરિયાત ઓછી હોય છે. તે પછી પાકની વૃદ્ધિ સાથે, પાણીની જરૂરિયાત પણ વધે છે. ફુલ બેસવાના તબક્કા પછી પાણીની તાણ ન હોય તેની ખાતરી કરવી જોઈએ. જમીનમાં 65% ભેજ જળવાય તેવી રીતે જમીનની ગુણવત્તા અને પાકના તબક્કાઓનો વિચાર કરીને પાણી અને ખાતરો આપવાનું આયોજન કરવું જોઈએ. જરૂર કરતાં વધુ પાણી આપવામાં આવે તો, રોગોની વધુ શક્યતા છે. તેથી પાણી ટેક પદ્ધતિ દ્વારા આપવામાં આવવી જોઈએ. જો ભીનાશ પદ્ધતિથી પાણી વધારે થાય તો મૂળમાં સડાની બિમારીની શક્યતા છે. પ્લાસ્ટિક કવર ભીની માટી સાથે ફળોનો સંપર્ક ટાળે છે. તેથી ફળોમાં થતી ઇજા અટકે છે. જો ફળો એક જ સ્થાને રહેશે, તો જ્યાં તે જમીન સાથે સંપર્કમાં હશે, તે સ્થાને ફળોને ઈજા થશે. તેથી જ્યારે ફળો વધુ મોટો બનશે, ત્યારે તેમને લણણી પહેલાં ઓછામાં ઓછા એક વખત ખસેડવા જોઈએ. નીંદણ નિયંત્રણ: નિયમિત હાથ વડે નિંદામણ કરીને તેનું નિયંત્રણ કરવું જોઇએ. મલ્ચીંગ નીંદણને નિયંત્રિત કરવામાં તેમજ માટીનું તાપમાન નિયંત્રિત કરવા માટે મદદ કરે છે. તેથી તે પાકની વૃદ્ધિમાં મદદ કરે છે. પાક સંરક્ષણ: આ પાક પર પાન કોરીયું, ફળ માખી, મધીયા, લાલ ચાંચવું (રેડ વીવીલ) વગેરે જેવા જીવાતોનો પ્રકોપ થાય છે. અને પાકોમાં સુકારો, ભૂકીછારો, ગમી સ્ટેમ બ્લાઈટ અને બ્લાઈટ વગેરે જેવા રોગો જોવા મળે છે. રોગો સામે રક્ષણ આપવા માટે, વાવણી પહેલાં બીજને ફૂગનાશક સાથે જેમકે થાયરમ કે કેપ્ટન અથવા ટ્રાઇકોડર્મા બાયો રોગ નિયંત્રક @ 5 ગ્રામ / બીજ સાથે સારવાર કરવી જોઈએ. સમયાંતરે પાકનું ધ્યાન રાખવું જોઈએ અને સંકલિત જીવાત અને રોગોના વ્યવસ્થાપન દ્વારા જીવાત અને રોગોનું નિયંત્રણ કરવું જોઈએ. વિશેષ કાળજી: ખાતરી કરો કે ફળ બેસવાના તબક્કા પછી, તેઓ પાણીના સંપર્કમાં આવે નહીં. જો ફળો પાણીના સંપર્કમાં આવશે, તો તે સડી જશે. તે માટે ફળોની ઉંચી જગ્યા પર બે હરોળ કરવી અથવા ઘાસફૂસ (ડાંગર, બાજરી, ઘઉં વગેરેના સૂકા પાંદડા) વચ્ચે મુકવા. જો ફળો એક જ સ્થાને રહેશે, તો જ્યાં તે જમીન સાથે સંપર્કમાં હશે, તે સ્થાને ફળોને ઈજા થશે. તેથી જ્યારે ફળો વધુ મોટો બનશે, ત્યારે તેમને લણણી પહેલાં ઓછામાં ઓછા એક વખત ખસેડવા જોઈએ. પ્લાસ્ટિક કવર ભીની માટી સાથે ફળોનો સંપર્ક ટાળે છે. તેથી ફળોમાં થતી ઇજા અટકે છે. ફળોને સૂર્યપ્રકાશથી રક્ષણ આપવા માટે, હળદરના પાંદડા, શુષ્ક શેરડીના પાંદડાઓનો ઉપયોગ કરીને ખેતરમાં ફળોને આવરી લેવો. લણણી અને ઉપજ: સામાન્ય રીતે 40 દિવસે ફૂલ બેસવાનું શરુ થાય છેે અને 60 દિવસ પછી નાના ફળો દેખાવાનું શરૂ થાય છે. શક્ય હોય ત્યાં સુધી વેલ દીઠ માત્ર બે ફળ રાખવા જોઈએ. ફળો સામાન્ય રીતે 90 થી 120 દિવસની અંદર લણણી માટે તૈયાર હોય છે અને 20 થી 30 દિવસમાં લણણી પૂરી થઈ જાય છે 40 થી 45 દિવસ માટે, ફળ બેસવાથી ફળોની લણણી અને વેચાણ સુધી, તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસથી વધારે હોવું જોઈએ. સામાન્ય રીતે, તરબૂચની જાત મુજબ 20 થી 45 ટન ઉપજ મેળવી શકાય છે. ટેટી માટે સામાન્ય રીતે 10 થી 15 ટન ઉપજ મેળવી શકાય છે. જો પ્લાસ્ટિકની મલ્ચીંગનો ઉપયોગ થાય, તો ઉપજ વધે છે. લણણી સવારે થવી જોઈએ. તે ફળોની તાજગી અને આકર્ષણ જાળવવા માટે મદદ કરે છે અને ફળો વધુ સ્વાદિષ્ટ થાય છે. ડૉ. વિનાયક શિંદે-પાટિલ, અહમદનગર (સહાયક પ્રાધ્યાપક, કૃષિ કોલેજ, ડૉ. વી.વી.પી. ફાઉન્ડેશન, વિલાડ ઘાટ, અહમદનગર)
406
41