Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
28 Feb 19, 10:00 AM
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઉનાળુ મગફળીમાં ચૂસિયા પ્રકારની જીવાતોનું નિયંત્રણ
પિયતની સગવડ ધરાવતા ગુજરાત ઉપરાંત બીજા રાજ્યોના ખેડૂતો ઉનાળુ મગફળીની ખેતી મોટા વિસ્તારમાં કરતા હોય છે. આ પાકમાં મોલો, તડતડિયા ઉપરાંત ક્યારે થ્રીપ્સનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. આ કિટકો પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરતા હોય છે. સોયા બેસવા વખતે જો ઉપદ્રવ હોય તો ઉત્પાદન ઉપર માઠી અસર પડે છે. સંકલિત નિયંત્રણ: • આ જીવાતોના ઉપદ્રવની શરુઆતે લીમડા આધારિત દવાઓનો છંટકાવ કરવો. • વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. • મોલોનું ભક્ષણ કરતા દાળિયાની વસ્તિ વધારે હોય તો દવા છાંટવાનું ટાળવુ. • ખેતરમાં પીળા ચીકણા ટ્રેપ્સ ગોઠવવા. • મોલોનો ઉપદ્રવ જોવા મળે ત્યારે ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મિ.લિ. અથવા મિથાઈલ-
ઓ-ડીમેટોન ૨૫ ઇસી ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા જમીનમાં ફોરેટ ૧૦ જી દાણાદાર દવા ૧૫ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર પ્રમાણે આપવી. • ફક્ત તડતડિયા દેખાતો હોય તો ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મિ.લિ. અથવા લેમડા સાયહેલોથ્રીન ૫ ઇસી ૫ મિ.લિ. અથવા ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. • એકલી થ્રીપ્સનો ઉપદ્રવ હોય તો ભલામણ કરેલ લેમડા સાયહેલોથ્રીન ૫ ઇસી ૫ મિ.લિ. અથવા ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત) જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
410
45