Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
04 Dec 19, 06:00 PM
મોનસુન સમાચારદિવ્યભાસ્કર
હાલના બજારમાં શાકભાજી અને ફ્રુટ ના એક સરખા ભાવ
ગાંધીનગર: વરસાદને પગલે શાકભાજીની આવકમાં 40 ટકા ઘટાડાને પગલે હાલમાં બજારમાં શાકભાજી અને ફ્રુટ એક સરખા ભાવે વેચાઇ રહ્યાં છે. વરસાદને પગલે બે મહિના મોડા વાવેતરને પગલે બજારમાં રૂપિયા 40થી 100ના ભાવે શાકભાજી વેચાઇ રહી છે. જ્યારે ફ્રુટ પણ બજારમાં પ્રતિકિલો રૂપિયા 50થી 120ના ભાવે વેચાઇ રહ્યું છે.
દિવાળી પછી પણ વરસાદના આગમને ખેડૂતોનું ગણિત ઉંધુ પાડી દીધું છે. પરિણામે હાલમાં જીવન જરૂરીયાતની શાકભાજીના ભાવ ઘટવાનુ નામ લેતા નથી. સામાન્ય રીતે દિવાળી પછી બજારમાં શાકભાજી પ્રતિ કિલો રૂપિયા 20થી 40ના ભાવે કિલો વેચાતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે વરસાદથી શાકભાજીનું બે મહિના વાવેતર મોડું થવાથી હાલમાં બજારમાં શાકભાજીની આવકમાં 40 ટકાનો ઘટાડો હોવાનું વેપારીઓએ જણાવ્યું છે. સંદર્ભ:- દિવ્યભાસ્કર, 3 ડિસેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
9
0