Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
04 Dec 19, 07:00 AM
યોજના અને સબસીડીhttps://ikhedut.gujarat.gov.in
ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવાની યોજના
HRT-3(અનુસુચિત જનજાતિ માટે ) અને HRT-4(અનુસુચિત જાતિ માટે ) યોજનાથી મળતો લાભ: • યુનિટ કોસ્ટ - રૂ ૧.૦૦ લાખ • અનુ. જન જાતિ ખેડુતને ખર્ચના ૭૫ ટકા મુજબ મહત્તમ રૂ. ૭૫૦૦૦/- ની મર્યાદામાં સહાય HRT-2 માટે: • યુનિટ કોસ્ટ - રૂ. ૧.૦૦ લાખ • સામાન્ય ખેડુતને ખર્ચના ૫૦ ટકા (મહત્તમ રૂ. ૫૦૦૦૦/- ની મર્યાદામાં) • સિમેન્ટેડ પાકા પાણીના ટાંકા, ડ્રીપ સેટ ફરજીયાત • ટાંકાના ખર્ચના વ્યાજબીપણા માટે ગવર્નમેન્ટ વેલ્યુઅર / તાલુકા સર્વેયર / નરેગા યોજનાના સર્વેયરનુ ખર્ચ અંગેનુ સર્ટીફીકેટ લાભાર્થી પાસેથી મેળવવાનું રહેશે • વધુમાં વધુ ૨૫.૫૦ ઘનમીટર સુધીની ક્ષમતા અને ઓછામાં ઓછા ૧૦ ઘ.મી.ની ક્ષમતાવાળા ટાંકા બનાવવાના રહેશે • ખાતાદીઠ ફક્ત એક જ વખત
આ યોજનાનો લાભ આજીવન એક વાર જ મળવા પાત્ર રહેશે. અરજી કરવાની અંતિમ તારીખ 8/12/2019 સુધી લાભાર્થી: વ્યક્તિગત અને સંસ્થાકીય પુનઃ લાભ મેળવવનો સમય : આજીવન એક વખત જરૂરી દસ્તાવેજ: જમીનની વિગત( ૭/૧૨ અને ૮ અ), બેંક ની વિગત, રેશન કાર્ડની વિગત અરજી પ્રક્રિયા: ઓનલાઇન( https://ikhedut.gujarat.gov.in ) ઉપરાંત ગ્રામ પંચાયતમાંથી કે જન સેવા કેન્દ્ર માંથી નિઃશુલ્ક અરજી કરી શકાશે. આ યોજના નું વિસ્તૃત માહિતી માટે ગ્રામ સેવક કે જીલ્લા બાગાયતી અધીકારીશ્રીનો સંપર્ક કરવો. સંદર્ભ : https://ikhedut.gujarat.gov.in જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
37
3