Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
03 Dec 19, 06:00 PM
મોનસુન સમાચારસંદેશ ન્યૂઝ પેપર
ખેડૂતોની ચિંતા વધારી દે તેવા સમાચાર, અરબી સમુદ્રમાં સર્જાઈ એવી બે-બે વરસાદી સિસ્ટમ
ચાલુ વર્ષે ગુજરાતમાંથી મેઘરાજા જવાનું નામ લઈ રહ્યા નથી. રાજ્યના તમામ લોકોને ઝાટકારૂપ સમાચાર સામે આવી રહ્યા છે. અરબી સમુદ્રમાં બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો સહિત, દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં 4 અને 5 ડિસેમ્બરના રોજ વરસાદની આગાહી કરી હતી. 4 અને 5 ડિસેમ્બરે સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં વિસ્તારો ગીર-સોમનાથ અને જૂનાગઢમાં સામાન્ય વરસાદ થઈ શકે છે.
રાજ્યના ખેડૂતોને હાલ બે બાજુથી માર પડી રહ્યો છે. એક બાજુ પાક વીમાની રકમ તેમની પાસે આવતી નથી, ઉપરથી વરસાદ તેમના રવિ પાકોને પણ બગાડી રહ્યો છે. આવી સ્થિતિમાં ખેડૂતો જાય તો જાય ક્યાં, તેવી સ્થિતિ ઉદ્દભવી છે. હજુ પણ તમિલનાડુમાં પણ બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તમિલાનાડું સહિત કર્ણાટક અને કેરળમાં પણ ભારે વરસાદની ઝપેટમાં આવી શકે છે. સંદર્ભ: સંદેશ ન્યૂઝ, 3 ડિસેમ્બર, 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
32
0