Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
02 Dec 19, 06:00 PM
કૃષિ વાર્તાદિવ્યભાસ્કર
ગરીબોની કસ્તૂરી ડુંગળી સફરજન કરતાં મોંઘી : કિલોના ભાવ 100થી 120 સુધી પહોંચ્યા
ગાંધીનગર: ચાલુ વર્ષે પડેલા ભારે વરસાદને પગલે ડુંગળીનો પાક ધોવાઇ જતા ગરીબોની કસ્તુરી ડુંગળી હાલમાં બજારમાં રૂપિયા 100ના કિલોના ભાવે વેચાઇ રહી છે. જ્યારે ડુંગળીની સરખામણીએ સફરજન બજારમાં પ્રતિ કિલો રૂપિયા 80ના ભાવે વેચાઇ રહ્યા છે. આસમાને જતા ડુંગળીના ભાવને પગલે ગરીબોની થાળીમાંથી ડુંગળી સરકી રહી છે. ઓગસ્ટના છેલ્લા વીકમાં શરૂ થયેલો વરસાદ નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી વરસતા ખેતરો પાણીથી ભરાઇ જવાથી ડુંગળીનો પાક ધોવાઇ ગયો હતો. ભારે વરસાદે ચાલુ વર્ષે મહારાષ્ટ્ર અને કાઠિયાવાડમાં ડુંગળીના પાકને ધોઇ નાંખ્યો છે. જેને પરિણામે નાસિક, પુના, મહુવા, ગોંડલ, ભાવનગર, હુબલીની ડુંગળીની આવક ઘટી જવા પામી છે. આથી જે ડુંગળી સમયસર
બજારમાં આવવી જોઇએ તે ડુંગળી બે મહિના મોડી પડી છે. જેને પરિણામે બજારમાં ડુંગળીની અછત સર્જાતા ભાવ રોકેટ ગતિએ આસમાને પહોંચી ગયો છે. ડુંગળીના પાક માટે સુકુ વાતાવરણ જરૂરી છે. પરંતુ દિવાળી સુધી વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાવાથી પાક ધોવાઇ ગયો હતો. જોકે ડુંગળીના પાકની વાવણી કર્યાને બે માસ પછી તૈયાર થતી હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે. સંદર્ભ - દિવ્યભાસ્કર, 29 નવેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો
22
0