Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
10 Oct 19, 06:00 PM
કૃષિ વાર્તાદિવ્યભાસ્કર
કપાસની આવક શરૂ,પ્રતિ મણે રૂ.900 થી1050 સુધીના ભાવ પડ્યા
પાટણઃ એરંડાના ભાવમાં સટ્ટાખોરી સામે પાટણ માર્કેટયાર્ડના વેપારીઓ હડતાળ પર ઉતરી જતા ગંજ બજારમાં ધંધા-રોજગાર ઠપ્પ થઇ ગયા હતા સામે દિવાળીના તહેવારો આવતા હોવાથી ખેડૂતોને નાણાકીય તકલીફ ન પડે તે માટે બુધવારથી માર્કેટયાર્ડમાં એરંડા સિવાયની તમામ ખેતપેદાશોની ખરીદી શરૂ કરવામાં આવતા સુમસામ થઈ ગયેલું ગંજ બજાર ફરીથી ધમધમતું થયું હતું.જેમાં કપાસની આવક પણ વધારે રહી જ્યારે ભાવમાં પણ રૂ. 50 નો ફાયદો થઇ રહ્યો છે. બુધવારથી વેપારીઓએ હડતાળ સમેટી એરંડા સિવાયની કપાસ, રાયડો, બાજરી, ઘઉં, જીરું, વરિયાળી, સવા, રજકો સહિતની ખેતપેદાશોની ખરીદી કરવામાં આવી હતી જેમાં કપાસ નો 1000 મણ થી વધુ જથ્થો આવ્યો હતો .કપાસના ભાવ ઊંચકાતાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો. વેપારી એસોસિયેશનના પ્રમુખ ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે કપાસના સરેરાશ ભાવ મણના 900 થી1050 સુધીના રહ્યા હતા ભાવ મા રૂ50 નો સુધારો છે. વરસાદના કારણે કપાસનો પાક બગડ્યો હોવાથી કપાસ વિણવામાં સમય લાગે છે જેના કારણે વધારે જથ્થો આવતા થોડો સમય લાગશે. સંદર્ભ : દિવ્યભાસ્કર ન્યૂઝ, 10 ઓક્ટોબર, 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
31
0