Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
05 Oct 19, 06:00 PM
કૃષિ વાર્તાદિવ્યભાસ્કર
મગફળીનું રજિસ્ટ્રેશન કરાવનારના દસ્તાવેજોનું વેરિફિકેશન થશે
ગાંધીનગર: રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે ત્યારે ખેડૂત ન હોય તેવા લોકો કે વેપારીઓ દ્વારા મગફળીનું વેચાણ કરી અગાઉ જેવી ગેરરીતિ આચરવામાં ન આવે તે માટે રજિસ્ટ્રેશન કરાવનાર ખેડૂતના 7-12 સહિતના દસ્તાવેજોનું 100 ટકા વેરિફિકેશન થશે. ગ્રામ સેવક દ્વારા તેના ગામમાંથી થયેલા રજિસ્ટ્રેશન મુજબ ખેડૂતોના દસ્તાવેજો ચેક કરવામાં આવશે.
1 નવેમ્બર સુધીમાં વેરિફિકેશનની કામગીરી પૂર્ણ કરી દેવાશે. વિસ્તરણ અધિકારીએ દરેક ગામના 25 ટકા ખેડૂતોના દસ્તાવેજોની ફિઝિકલ ચકાસણી કરવાની રહેશે જ્યારે મામલતદાર અને ટીડીઓ રેન્ડમ 10 ટકા દસ્તાવેજો ચકાસશે. ચકાસણી દરમિયાન જો કોઇ ગેરરીતિ જણાશે તો સંબંધિત કર્મચારી સામે કડક કાર્યવાહી કરવા પણ તાકીદ કરાઈ છે. કલેક્ટર અને ડીડીઓ દ્વારા આ સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ કરાશે. 7 ઓક્ટોબરથી શરૂ કરીને 1 નવેમ્બર સુધીમાં વેરિફિકેશનની તમામ કામગીરી પૂર્ણ કરી દેવાશે.પુરવઠા નિગમ દરેક જિલ્લામાં ક્રોસ ચેકિંગ માટે ટીમો ઉતારશે. સંદર્ભ : દિવ્યભાસ્કર, 04 ઓક્ટોબર, 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
21
0