Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
06 Oct 19, 07:00 AM
યોજના અને સબસીડીhttps://ikhedut.gujarat.gov.in
અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ સબસીડી યોજના
લાભ: યુનિટ કોસ્ટ- રૂ. 80000/ હે. સામાન્ય ખેડુતને ખર્ચના 50 ટકા મુજબ મહત્તમ રૂ. 40,000/હેકટર દેવીપૂજક લાભાર્થીને ખર્ચના 90 ટકા મુજબ મહત્તમ રૂ. 72,000/ હે. ની મર્યાદામાં સહાય અનુસુચિત જનજાતિ અને અનુસુચિત જાતિ માટે યુનિટ કોસ્ટ-રૂ. 80,000/ હે. અનુ. જન જાતિના ખેડુતને ખર્ચના 75 ટકા મુજબ મહત્તમ રૂ. 60,000/હે. ની મર્યાદામાં સહાય નોંધ : મંડપની બોર્ડર ઉપર સિમેન્ટ / લોખંડના ટેકા (120 નંગ/હે.) તથા વચ્ચે લાકડા/ વાંસના ટેકા (1600 નંગ/હે.) અને GI વાયર (12-18 ગેજ,400 કિ.ગ્રા/હે.) નો ઉપયોગ કરવાનો રહેશે.
અંતર 2.50 x 2.50 મી. પ્રમાણે (અંદાજીત) શાકભાજી પાકોના અર્ધ પાકા મંડપ ઘટક માટે જે ખેડૂત ખાતેદારની જમીન 0.5 હે. કરતાં વધુ હોય, તેવા જમીન ધારકતા ધરવાતા લાભાર્થીઓએ જે જમીનમાં વાવેતર માટે સહાય અરજી કરેલ છે, તેમાં જી.જી.આર.સી. માન્ય સંસ્થા મારફત માઇક્રો ઇરીગેશન સીસ્ટમ (M.I.S.) સ્થાપિત કરાવેલ હોવું જરૂરી છે. ખાતા દીઠ વધુમાં વધુ 2 હે. ની મર્યાદામાં અરજી કરવાની અંતિમ તારીખ : 31/10/2019 સુધી લાભ વ્યક્તિગત અને સંસ્થાકીય રીતે મેળવી શકાય. જરૂરી ડોક્યુમેન્ટ: ૭/૧૨. બેન્ક ની વિગત, રાશન કાર્ડ અરજી પ્રક્રિયા: ઓનલાઇન( https://ikhedut.gujarat.gov.in ) અથવા ગ્રામ પંચાયતમાંથી. પ્રક્રિયા : અરજી કર્યા બાદ પ્રિન્ટ કાઢી જરૂરી ડોક્યુમેન્ટ સાથે બિડાણ કરીને ઓનલાઇન અથવા બાગાયત વિભાગની કચેરીમાં જમા કરાવવી. આ યોજનાનો સરકાર તરફથી જિલ્લા વાર લક્ષાંક અલગ અલગ અને ખેડૂતને મંજૂરી ડ્રો દ્વારા કરવામાં આવશે. આ યોજનાની વધુ માહિતી માટે ગ્રામ સેવક અથવા બાગાયત વિભાગમાં સંપર્કઃ કરવો. સંદર્ભ:https://ikhedut.gujarat.gov.in જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
105
0