AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
14 Jun 19, 01:00 PM
કૃષિ વર્તાસંદેશ ન્યૂઝ પેપર
‘વાયુ’ વાવાઝોડાની પડશે આવી અસર, ખેડૂતો થયા ચિંતિત
ઉત્તર ગુજરાતમાં વાયુ વાવાઝોડાની અસરથી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની પધરામણી થતાં પ્રજા મલકાઈ છે, પરંતુ વાયુ ઈફેક્ટથી નિયમિત ચોમાસુ વિલંબમાં પડવાની સંભાવનાને પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી ઉકળાટભર્યા વાતાવરણમાં વરસાદ વરસતાં ગરમીથી રાહત જરૂર થઈ છે પરંતુ જે ખેડૂતો ચોમાસુ નિયમિત બેસશે તેમ માની ખરીફ વાવણીની તૈયારી કરીને બેઠા હતા તે વાવાઝોડા બાદ ઉભા થયેલા માહોલથી નિરાશ થયા છે.
વરસાદની એન્ટ્રી સાથે ઠંડક પ્રસરતાં પ્રજા જરૂર મલકાઈ પરંતુ ખેડૂતો માટે વાવાઝોડાએ માઠા અણસાર આપ્યા છે. વરસાદનો ગર્ભ હજુ તૈયાર થયો ન હતો અને આકાશમાં કોરામણ પણ બંધાયું નથી ત્યાં વાવાઝોડાની અસરથી વરસાદ વરસતાં હવે નિયમિત ચોમાસુ વિલંબમાં પડવાની દહેશત છે. હવામાન વિભાગે અગાઉ નિયમિત ચોમાસાની આગાહી કરી 13 જુન સુધીમાં ખરીફ વાવેતર માટે મોસમનો પ્રથમ વરસાદ વરસશે તેવું જણાવ્યું હતું પરંતુ સમુદ્રમાં ઉદ્ભવેલા વાયુ વાવાઝોડાએ સરકારની ચિંતા વધારવાની સાથે ખેડૂતોની ચિંતામાં પણ વધારો કર્યો છે. ‘વાયુ’ નામના વાવાઝોડાએ નિયમિત ચોમાસાને વેરવિખેર કરી નાખતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વાવાઝોડાની ઈફેક્ટથી વરસાદ વરસતાં ગરમીમાં શેકાતી પ્રજાને ઠંડક થઈ પરંતુ ખેડૂતો માટે વાવાઝોડું હૈયાહોળી લઈને આવ્યું છે. સંદર્ભ : સંદેશ 13 જૂન, 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
3
0