AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
04 Jun 19, 02:00 PM
કૃષિ વર્તાગુજરાત સમાચાર
રણતીડની શક્યતાને લઇ ખેડૂતોને સાવધાન કરાયા
જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવ્યા અનુસાર, રણતીડ એ આંતરરાષ્ટ્રીય જીવાત છે. રણતીડના ટોળા હજારો માઈલ દૂર જઈ પાક ને નુકશાન કરે છે. તાજેતરમાં મળતી માહિતી અનુસાર, રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં ઉપદ્રવ ની શક્યતા જોવા મળેલ છે.
રાજસ્થાનના નજીક ગુજરાતના સરહદી વિસ્તારમાં જેવાકે કચ્છ અને ઉત્તર ગુજરાત વિસ્તાર માં રણતીડ બ્રીડીંગ માટે અનુકૂળ વાતાવરણ સર્જવાની શકયતાને ધ્યાનમાં લઈને ગુજરાત સરકાર, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રણતીડ અંગે તકેદારી રાખવા અગમચેતીના પગલા ભરવા જણાવ્યું છે. સરહદી તાલુકાઓના ગામોમાં રણતીડ જોવા મળે તો તીડ કઈ દિશામાંથી આવ્યા, કેટલા વિસ્તારમાં તીડ બેઠા, ક્યાં ગામે અને કઈ સીમમાં બેઠા તેની માહિતી તરત જ જિલ્લા ખેતીવાડી અધિકારી પંચાયત તેમજ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર ને જાણ કરવા ખેડૂતોને જણાવ્યું છે. સંદર્ભ : ગુજરાત સરકાર, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
6
0