Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
07 Oct 19, 01:00 PM
કૃષિ વાર્તાકૃષિ જાગરણ
વાર્ષિક 4000 કરોડ રૂપિયાના ઘઉંનું નુકશાન કરે છે આ ઘાસ
હાલના સમયમાં કુસ્કી ઘાસને કારણે ભારત સહિત 25 દેશોમાં ઘઉંનો પાક ઉગાડનારા ખેડુતો ઘણું નુકશાન ભોગવી રહ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે આ ઘાસ પાકના ઉત્પાદનમાં 80 ટકાનો ઘટાડો કરે છે, જેના કારણે એક વર્ષમાં આશરે 4000 કરોડનું નુકસાન થાય છે. આ સમસ્યા ફક્ત આપણા દેશમાં જ નહીં પરંતુ વિશ્વના લગભગ 25 દેશોમાં છે.
તાજેતરમાં, એશિયન પેસિફિક વીડ સાયન્સ સોસાયટી દ્વારા મલેશિયામાં 27 મી એપીડબ્લ્યુએસએસ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વના 25 દેશોના 330 સહભાગીઓએ ભાગ લીધો હતો. જેમાં, હિસારના સીસીએસ હરિયાણા કૃષિ યુનિવર્સિટી (એચએયુ) ના એગ્રોનોમી ડિપાર્ટમેન્ટના વડા ડૉ. સમુંદરસિંહે આ ઘાસને કેવી રીતે નિયંત્રણ કરવું તે જણાવ્યું હતું. નુકસાન ન થાય તે માટે ખેડુતોએ વાવણી પછી તુરંત દવાનો છંટકાવ કરવો જોઇએ. જેથી આ ઘાસ 70 થી 80 ટકા ઓછું થશે. ખેડુતોએ અલગ અલગ ટેક્નિકલ વાળી દવાઓના ઉપયોગ કરવો જોઈએ. સરકાર અને આઈસીએઆરએ કેટલીક દવાઓની ભલામણ કરી છે, ફક્ત તેનો ઉપયોગ કરો. સંદર્ભ - કૃષિ જાગરણ, 1 ઓક્ટોબર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
202
1