AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
05 Dec 17, 01:00 PM
કૃષિ વર્તાએગ્રોવન
માર્ચના અંત સુધીમાં 5 લાખ ટન કઠોળનું વિતરણ કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે સંરક્ષિત સ્ટોકમાંથી માર્ચ 2018 સુધી મહત્તમ 5 લાખ ટન કઠોળનો નિકાલ કરવાનો નિર્ણય કર્યો છે. આ કઠોળને મધ્યાહ્ન ભોજન યોજના અને તેવી જ અન્ય યોજનાઓ માટે આ કઠોળ આપવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. આર્થિક બાબતો વિષયક કેબિનેટ સમિતિએ તાજેતરમાં આ પ્રસ્તાવને મંજૂરી આપી છે.
હાલમાં દેશમાં કઠોળનો સંરક્ષિત સ્ટોક 18 લાખ ટન છે. આ સ્ટોક ઘટાડવા માટે, પહેલેથી કઠોળ રાજ્ય સરકારોને આપવામાં આવે છે. રાશનની દુકાનોમાંથી તેમનું વિતરણ કરવામાં આવે છે.તેની સાથે, આંગણવાડી યોજનાઓ અને તેવી વિવિધ સરકારી યોજનાઓ માટે કઠોળ પૂરું પાડવાનો પ્રસ્તાવ પણ છે. તેનાથી સંગ્રહિત સ્ટોક અંદાજેે 3.5 થી 5 લાખ ટન ઓછો થશે. વિવિધ યોજનાઓનું અમલીકરણ કરનાર સંબંધિત મંત્રાલયોને તેમની કઠોળની માંગ જણાવવા માટે કહેવામાં આવ્યું છે, તેવું વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. સંદર્ભ- એગ્રોવન 29 નવેમ્બર 17
11
1