મોનસુન સમાચારabpasmita.in
રાજ્યમાં આ વિસ્તારમાં મેઘો વિફર્યો, ખેડૂતોના પાકને ભારે નુકસાન, જાણો ક્યાં પડયો વરસાદ
અમદાવાદઃ એક તરફ શિયાળાનો માહોલ હવે ધીરે ધીરે શરૂ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં ફરી એક વખત વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. અરબી સમુદ્રમાં લો પ્રેસર સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે. આગામી બે દિવસ અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર તેમજ દક્ષિણમાં નવસારી, વલસાડ, દમણમાં સામાન્ય વરસાદની સંભાવના છે. મંગળવારે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડયો હતો. જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના, કેશોદમાં બે, માંગરોળ, વંથલી, તાલાલા, સાવરકુંડલા, માધવપુરમાં એક ઈંચ વરસાદ પડયો હતો. કમોસમી વરસાદના કારણે મગફળી સહિતના પાકોને નુકસાન પહોચ્યું છે.
ગુજરાતના 42 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ ડાંગના વઘઈમાં 2.8 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે નવસારીના ચિખલીમાં 2.6 ઈંચ, તાપીના ડોલવણમાં 1.2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતાં. સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. જે ખેડૂતોએ જમીનમાંથી મગફળી કાઢીને પાથરા કરી રાખ્યા છે તે વરસાદ પડવાથી ઉભી મગફળી ઉગી જવાની ભીતિ છે. કપાસમાં ફૂલ ભમરી લાગી હોય તે વરસાદના કારણે ખરી પડે છે. જેથી કપાસના પાકને પણ નુકશાન પહોંચે તેવી સંભાવના છે. સંદર્ભ : એબીપી અસ્મિતા, 23 ઓક્ટોબર, 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
13
0
સંબંધિત લેખ